Fish

Saturday, September 18, 2010

હાઇકુ

1.

હાઇકુ નાનું ?
કવિતા સૂક્ષ્મતર
શબ્દહીન જ!


2.
તૈયાર તો થા
ધૈર્યગીતો સૂણ,ગા
જ્યોત આવશે.


3.
પૂર્ણ સાંભળી
ઊતરે આચરણે
જીવન તારે.


4.
સેક્સમાં મઝા
ન અટકો,ચાલો રે
પ્રેમ જ પ્રભુ.


5.
ઝાકળબિંદુ
સોહાયું વૃક્ષપર્ણે
સૌંદર્યગીત.


6.
મદદગાર
પ્રગટાવવો તને
ભાવ છે તારો.



7.
કરવું તને
પછી ડરવું શાને?
કર ને મર.

8.
ગા,ગા,ગા મન
તારું કવન ગીત
પછી વિશ્રામ.


9.
રાધાનું ગીત
કૃષ્ણ સંગીતકાર
પ્રેમ જ પ્રેમ.


Weather

There was an error in this gadget