Fish

Saturday, October 2, 2010

અંધારાને ભેદીને હું...

અંધારાને ભેદીને હું પ્રકાશને મળવા પ્રયત્ન કરતો હતો.મારા અનેક પ્રયત્નો છતા તે મળ્યો નહીં.
"અંધારાને ભેદવાથી પ્રકાશ કદી મળતો નથી.પ્રકાશ આવે તો જ અંધકાર દૂર થાય."નિદ્રામાં સ્વપ્નદેવીએ હસીને મને કહ્યું.
"કઇ રીતે પ્રકાશ આવે?"મારાથી પૂછાઇ ગયું.
એ મને અચંબામાં મૂકીને અનુત્તર ચાલી ગઇ.
મેં પ્રકાશને પામવાની ઇચ્છા,પ્રયત્નો છોડી દીધા.
સ્થિર થઇ એક જગ્યાએ બેસી ગયો.એક દિવસ મેં જોયું કે પ્રકાશ મારી ચોપાસ મુક્ત મને હસી રહ્યો હતો.

Weather

There was an error in this gadget