Friday, September 10, 2010

ભીતર,બહાર સાથે...


"ભીતર,બહાર સાથે એકરૂપ થઇ જાય ત્યારે અદ્વૈત સ્થિતિ સર્જાય છે.એકલું બહાર કે ભીતર ભટકવું નિરર્થક છે.બંનેમાં વિહરો,સાક્ષીભાવે!તમારો વિહાર પૂર્ણ થયા પછી અદ્વૈત સ્થિતિ રહે છે."

સદ્ગુરુના શબ્દો શિષ્યના રોમ-રોમમાં ગુંજવા લાગ્યા. જ્યારે બાર વર્ષ પછી સદ્ગુરુ પાસે આવ્યો ત્યારે ગુરુ સસ્મિત એનામાં સમાઇ ગયા.પ્રકૃતિ ત્યારે અદ્વૈતભાવનું ગીત ગાઇ રહી હતી.