Thursday, September 2, 2010

લોકો મને સહજ રીતે...

લોકો મને સહજ રીતે...
****************
લોકો મને સહજ રીતે ત્યાં જીવવા દેતા ન હતા. મેં એ ગામ છોડી દીધું.
હું ગામે-ગામ ભટક્યો.લોકોનો વર્તાવ એવો જ રહ્યો.
અંતે મેં જંગલમાં નિવાસ કર્યો.સહજતા સાથે મારા દિવસો પ્રસાર થઇ રહ્યા હતા પણ કયારેક એક ન
સમજાય એવો અજંપો મારી ઉપર સવાર થઇ જતો.
મેં એને પૂછયું,‘આ અજંપો કેમ? ’
'તારી સહજતા અપૂર્ણ છે.સાર અને અસારથી પર થવાય ત્યારે જ સહજતા શાશ્વત થઇ મારામાં ભળે
છે.’એણે સહજતાથી જવાબ આપ્યો.
'શું કરું આના માટે?'
'ટૂંકો માર્ગ છે,ફરી લોકો વચ્ચે જીવ.'જવાબ આપી એ અદૃશ્ય થઇ ગયો.
મેં મારા મૂળ ગામે જવા પગ ઉપાડયા.