Sunday, August 22, 2010

દૂરના કિરણને

દૂરના કિરણને

---------
દૂરના કિરણને નજીક તું આવવા દે
પ્રકાશની ઝલક આપશે
પલક ત્હારી શાંત થાશે.


દૂરના ધિક્કારને આત્મસાત્ કરજે
પ્રેમની પલક આપશે
હૃદય મલક-મલક થાશે.0દૂરના


પુષ્પની પમરાટને દિલે તું ધરજે
જીવન દુર્ગંધ ભાગશે
સુખ છલક-છલક થાશે.0દૂરના


જન-જનને તું અપનાવી જોજે
પ્રતિબિંબ તારું લાગશે
જીવન મહક-મહક લાગશે.0દૂરના