Saturday, August 14, 2010

+++
એક સાધુએ મારા ચરણોમાં પડી કહ્યું,'આવો,આવો,પરમના સ્વરૂપ,હું તમારી જન્મો-જન્મથી રાહ જોઇ રહ્યો છું.'
હું હસ્યો.
'રાહ જોતો હતો એટલે જ જન્મો-જન્મ લાગ્યા.હું રાહ જુએ ત્યાં જતો જ નથી. આ તો આ માર્ગેથી જતો હતો ને નજર પડી ગઇ.જો કે એ સમયે તું રાહ જોવાનું ક્ષણ વિસરી ગયો હતો એટલે જ મારા ઉપર નજર પડી ગઇ!'
સાધુને મારા શબ્દશ્રવણથી જન્મો-જન્મથી ન થયેલું મારું જ્ઞાન ક્ષણમાં થઇ ગયું.એ સહજ ભાવે મને જોઇ રહ્યો,ક્ષણ!પછી પોતાની પાવન ઝૂંપડીમાં મને પૂર્ણ ભાવે લઇ ગયો.