Fish

Sunday, March 6, 2011

બે કાવ્યો

1.
વાસના નથી
કોઇ માગ નથી
મને હજી સ્ત્રી ગમે છે
એનું વાત્સલ્ય,સૌંદર્ય, મીઠાશ,લજ્જા
આકાશથી પણ સોહામણી લાગે છે
એ માતા, પત્ની,ભગિની,દાદી...
બધા રોલ સહજતાથી,બખૂબી નિભાવે છે
મને હજી સ્ત્રી ગમે છે
2.
ઇશ ભરોસો એક
પછી ચિંતા શું?
વિઘ્નો આવે ને જાય
સહજતાથી નિરખ્યા કરું
આવો બીજો કોણ બડભાગી?
00000000

Weather

There was an error in this gadget